તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
ગરુડેશ્વરમાં નર્મદા કિનારે બચાવ કામગીરીની મોકડ્રિલ યોજાઈ | ગુનાની તપાસમાં ગુજરાતની મોબાઇલ ફોરેન્સિક વેન બની રહી છે ‘ગેમ ચેન્જર’ : બે વર્ષમાં 37 હજારથી વધુ ક્રાઇમ સીન પર પહોંચી,47 વેન ઓન-ધ-સ્પોટ વૈજ્ઞાનિક તપાસ માટે સજ્જ | ગાંધીનગરમાં 2,389 મહેસૂલ તલાટીઓને નિમણૂકપત્રો અર્પણ, મુખ્યમંત્રીએ કહ્યું – “તલાટી ગામડાના વહીવટનો આધારસ્તંભ” | અમદાવાદમાં FIBA બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયર્સનો પ્રારંભ, ભારતે કતાર સામે અભિયાન શરૂ કર્યું | IIT ગાંધીનગરમાં ટૂંક સમયમાં શરૂ થશે ‘સમર્થ’ સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર | Today’s Latest News : ડોલવણ મામલતદાર કચેરીમાં ACBનો સપાટો: જમીનની એન્ટ્રી માટે ૨૫ હજારની લાંચ લેતા નાયબ મામલતદાર રંગેહાથ ઝડપાયા |

બાજીપુરા ચેકપોસ્ટ પાસે ટ્રકમાંથી 9 ભેંસો પકડાઈ: ક્રૂરતાપૂર્વક હેરાફેરી બદલ ગુનો દાખલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડના બાજીપુરા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-53 પરથી ક્રૂરતાપૂર્વક પશુઓની હેરાફેરી કરી રહેલા એક ટ્રકને પોલીસે ઝડપી પાડ્યો છે. ટ્રકમાંથી કુલ 9 ભેંસો મળી આવી છે, જેમને અત્યંત દયનીય હાલતમાં બાંધવામાં આવી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શનિવારની રાત્રે વાલોડ પોલીસની ટીમ બાજીપુરા નાકા પોઈન્ટ પર વોચમાં હતી. તે દરમિયાન એનીમલ વેલ્ફર બોર્ડ ઓફ ઈન્ડિયાના સભ્યોની બાતમીના આધારે એક ટાટા ટ્રક નંબર GJ-07-YY-3560 ને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે ટ્રકની પાછળ લાકડાના પાટિયા મારીને તેમાં ઘાસચારા કે પાણીની સુવિધા વગર 9 ભેંસોને ખીચોખીચ ભરી દેવામાં આવી હતી.

પોલીસે આ કાર્યવાહીમાં 9 ભેંસો અને ટ્રક મળી કુલ રૂ.7.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ટ્રક ચાલક બજરૂદ્દીન બશીરખાન પઠાણ (રહે.ભરૂચ) ની સ્થળ પર જ ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ભેંસો ભરી આપનાર અન્ય આરોપી શહેબાજ યુસુફ મરોઠી (રહે ભરૂચ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.