Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હિમાચલપ્રદેશના ઉના જિલ્લામા સર્જાઈ મોટી દુર્ઘટના : નદીના પ્રવાહમા કાર તણાતા 6 લોકોના મોત, ચાર લોકો હજુ પણ ગુમ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પંજાબ-હિમાચલ બોર્ડર પર જેજો નદીના જોરદાર પ્રવાહમાં ઈનોવા કાર તણાઈ હતી, જેમાં એક જ પરિવારના 11 લોકો સવાર હતા. આ અકસ્માત છના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. ચાર લોકો હજુ પણ ગુમ છે. અહેવાલો અનુસાર, આ પરિવાર લગ્ન પ્રસંગમાં સામેલ થવા પંજાબ ગયો હતો. પરંતુ પરત ફરતી વખતે તેને અકસ્માત નડ્યો હતો. અહેવાલો અનુસાર, કારમાં સવાર પરિવાર ઉનાના દહેલણ ગામના રહેવાસી હતા. જે પંજાબના માહિલપુરમાં લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યાં હતા.

આ દરમિયાન પંજાબ-હિમાચલ બોર્ડર પર જેજો નદી જોરદાર પ્રવાહમાં તેમની કાર તણાઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો અને સ્થાનિક લોકો તેને બચાવવા દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોની મદદથી વહીવટી ટીમે એક પછી એક છ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પરંતુ અન્ય ચાર લોકો હજુ પણ ગુમ છે. તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આ અકસ્માત સમયે કારમાં 11 લોકો સવાર હતા.

ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે 280થી વધુ રસ્તાઓ બંધ છે. બીજી તરફ કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં 31મી જુલાઈના રોજ આવેલા અચાનક પૂરમાં ગુમ થયેલા લગભગ 30 લોકોને શોધવા માટે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી. અત્યાર સુધીમાં 28 મૃતદેહો મળી આવ્યા છે.