Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે બેઠક યોજાઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષપદે પ્રિ-મોન્સૂન અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં અધ્યક્ષપદેથી કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગે પ્રિ-મોન્સૂન અંગે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવાના થતાં કામોની વિગતવાર સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તમામ વિભાગોએ પોતાની કમગીરી જવાબદારી, રેસ્ક્યુના સાધનોની ચકાસણી, તરવૈયાઓની યાદી, આપદા મિત્રોની યાદી સહિત વરસાદી ઋતુમાં મુશ્કેલી સર્જાય એવા સ્થળો/ગામોની ઓળખ કરવા સાથે વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે ડી.જી.વી.સી.એલ. વિભાગને મેઇન્ટેનન્સની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા, આરોગ્ય વિભાગને દવાઓનો જરૂરી સ્ટોક, ક્લોરિન તથા સાધનો વગેરે તૈયાર રાખવા તેમજ શિક્ષણ વિભાગ, આરોગ્ય અને આઇસીડીએસ વિભાગ હસ્તકના જર્જરિત માકાનોનો સર્વે કરી ચોમાસા પહેલા દુર કરવા રસ્તા પરના જોખમી વૃક્ષોનો નિકાલ, વૃક્ષ ટ્રીમીંગ, જીલ્લા-તાલુકા અને નગરપાલિકા કક્ષાએ કરવાની થતી કામગીરી, સહિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરાવી વરસાદી સ્થિતિ અંગે નિગરાની રાખી સાવચેતી રાખવા માટે જણાવ્યું હતું. આ સાથે ખેતીવાડી, પશુપાલન,માર્ગ- મકાન, સહીત વિવિધ વિભાગોએ ચોમાસા પહેલા અને ચોમાસા દરમિયાન પોતાની કામગીરી જવાદારીપૂર્વક કરવા રચનાત્મક સૂચનો કર્યા હતા.