તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

તાપી : બાઈકની ડીકીમાંથી દારૂનો જથ્થો મળ્યો, બાઈક ચાલક ફરાર થતાં ગુનો દાખલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના રાણીઆંબા ગામની સીમમાં આવેલ જાહેર રોડ ઉપરથી બાઈકની ડીકીમાંથી દેશી દારૂની બોટલો મળી આવી હતી, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલ બાઈક ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૫/૦૮/૨૦૨૪ના સાંજના સમયે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા.

તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાઈક નંબર જીજે/૧૯/એકે/૬૯૨૯નો ચાલક પોતાની બાઈક ઉપર પ્રોહી. મુદ્દામાલ લઈ રામપુર કોઠાર તરફથી રાણીઆંબા તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો રાણીઆંબા ગામની સીમમાં આવેલ રોડ ઉપર વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક આવતાં જોઈ પોલીસે બાઈક ચાલકને ઉભો રાખવાનો ઈશારો કરવા છતાં બાઈક ચાલક ઉભો નહિ રહેતા અને પોલીસને જોઈ ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પોલીસે બાઈકના ડીકીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટની દેશી દારૂની  સુંગધી સંતરા દારૂની ૨૨ નંગ બોટલો મળી આવી હતી. આમ પોલીસે દેશી દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા ૨૧,૧૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ પોલીસને જોઈ ભાગી છુટેલ બાઈક ચાલકને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.