સાબરકાંઠાનાં ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર હિંગટીયા નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. બસ-જીપ અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક બાળકી સહિત ચાર લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 9 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. 
મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્મા-અંબાજી હાઇવે પર અંબાજી-વડોદરા રૂટની બસને હિંગટીયા નજીક અકસ્માત નડ્યો છે. બસ-જીપ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયા એક બાળકી સહિત 4 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ પોપટભાઈ તરાલ, સાયબાભાઈ બેગડીયા, અજયભાઈ ગમાર અને મંજુલાબેન બેગડીયા (બાળકી) તરીકે કરવામાં આવી છે. જ્યારે 9 લોકોને ઇજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.




