Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : બાઈક પર દારૂનું વહન કરનાર યુવક ઝડપાતા કાર્યવાહી કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢના ટોકરવા ગામનાં ત્રણ રસ્તા પાસેના જાહેર રોડ ઉપરથી વગર પાસ પરમિટે બાઈક ઉપર દારૂનો જથ્થો લઈ આવતો સુરતના યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ ૨૪/૦૮/૨૦૨૪ના સાંજના સમયે ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાઈક નંબર જીજે/૦૫/ટીબી/૬૮૩૪નો ચાલક બાઈકના આગળના ભાગે કાપડની થેલીમાં તથા ડીકીમાં ઈંગ્લીશ દારૂના જથ્થો લઈને ગાયસવાર વાળા રસ્તાથી ટોકરવા તરફ જનાર છે.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો સોનગઢના ટોકરવા ત્રણ રસ્તા પાસે વોચમાં હતા. તે દરમિયાન બાતમીવાળી બાઈક પર ઈસમ આવતાં જોઈ પોલીસે લાકડીના ઈશારે બાઈક ચાલકને ઉભો રખાવ્યો હતો અને બાઈક ચાલકનું નામ પૂછતા તેણે પોતાનું નામ, આકાશ સુદામભાઈ ગામીત (રહે.જોખાગામ, નવી વસાહત, ઈન્દિરા આવાસ, કામરેજ, જિ.સુરત)ના હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની પાસેના થેલીમાં અને ડીકીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ ૪૮ બોટલો મળી આવી હતી આમ પોલીસે દારૂનો જથ્થો અને બાઈક મળી કુલ રૂપિયા ૫૨,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે કર્મચારીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.