સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામ રીલીફ હોટલની પાછળ રોશનભાઈની બિલ્ડીંગમાં રૂમ નં.૨૮માં રહેતા ગણેશ સિધ્ધનાથ બિંદ પલસાણા ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે ધુલીયાથી હજીરા જતા નેશનલ હાઈવે પર ટ્રકનાં ચાલકે ગણેશભાઈને ટક્કર મારી હતી. જોકે આ ટક્કરમાં ગણેશભાઈને ગંભીર ઈજાઓ ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈ અમીત સિધ્ધનાથ બિંદ, (રહે.મલેકપોર ગામ, કોળી ફળીયા તા.પલસાણા)એ અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ પલસાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આમ, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.




