Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઉચ્છલ ના ધાડ કેસમાં ફરાર વોન્ટેડ આરોપી સુરતમાંથી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડ ના ગુનામાં લાંબા સમયથી ફરાર વોન્ટેડ આરોપી નટવર ઉર્ફે નમન ગોવિંદભાઈ ડાંગરાજી પુરોહિત (રહે. દાંતીવાડા, બનાસકાંઠા)ને સુરત શહેરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડ બાદ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને આગળની કાર્યવાહી માટે ઉચ્છલ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. રાવલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.