તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

દિવાળીએ અજય દેવગણની ‘સિંઘમ અગેઈન’ તથા કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’ની ટક્કર થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આગામી દિવાળીએ અજય દેવગણ સહિતનાં કલાકારોની ‘સિંઘમ અગેઈન’ તથા કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’ની ટક્કર થશે એ નક્કી થઈ ગયું છે. ‘ભૂલભૂલૈયા થ્રી’નાં સર્જકોએ રીલિઝ ડેટમાં ફેરફાર માટે સમજૂતીના પ્રયાસો કર્યા હતા પરંતુ અજય દેવગણે સાફ ઈનાકર કરી દેતાં હવે મુકાબલો નક્કી બન્યો છે. રસપ્રદ વાત એ છે કે, ‘સિંઘમ’ અને ‘ભૂલભૂલૈયા’ આ બંને હિટ ફ્રેન્ચાઈઝીઓની આ ત્રીજી ફિલ્મ છે અને બંનેના કેસમાં પાછલા બંને ભાગ સુપરહિટ પુરવાર થયા છે.

આથી, ત્રીજા ભાગ માટે બંનેના સર્જકો તથા કલાકારોને મોટી આશા છે. ‘ભૂલભૂલૈયા થ્રી’ના નિર્માતા ભૂષણકુમારે અજય દેવગણ તથા રોહિત શેટ્ટી સાથે એક મીટિંગ ગોઠવી હતી. તેમાં રીલિઝ ડેટમાં ફેરફારની શક્યતા તપાસી જોવા જણાવાયું હતું. ભૂષણ કુમારે કહ્યું હતું કે આ બંને ફિલ્મો હિટ થઈ શકે તેમ છે પરંતુ એક જ દિવસે બંને હિટ થશે તો એકબીજાના બિઝનેસને અસર કરશે. જોકે અજય દેવગણે એમ કહીને ઈનકાર કરી દીધો હતો કે અમારી ફિલ્મ અગાઉ ૧૫મી ઓગસ્ટના રીલિઝ થવાની હતી. તે પાછી ઠેલીને અમે પહેલી નવેમ્બર નક્કી કરી છે. હવે બીજીવાર અમે રીલિઝ ડેટ નહીં બદલીએ.