તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સિહોલ ભવાનીપુરા રોડ ઉપર ઈકો ગાડીની ટક્કરે એકનું મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદના પેટલાદ તાલુકાનાં સિહોલ ભવાનીપુરા રોડ ઉપર રોંગ સાઈડ આવી ચડેલી ઈકો ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મહેળાવ પોલીસે ઈકો ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતું. મળતી માહિતી મુજબ, આણંદ પાસેના બાકરોલ રોડ ઉપર આવેલી પ્રિયદર્શન સોસાયટી ખાતે રહેતા કિશાંગ્ર મારુના પિતા અશ્વિનભાઈ ખીમજીભાઇ મારૂ (ઉ.વ.૬૦)  સાંજના સુમારે પોતાની બાઈક લઈને પેટલાદ તાલુકાના સિહોલ ભવાનીપુરા રોડ ઉપર સિહોલ સીમમાંથી પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન રોંગ સાઈડે પુરઝડપે આવી ચડેલ એક ઈકો કારના ચાલકે બાઇકને ટક્કર મારતા અશ્વિનભાઈ ઉછળીને રોડ પર પટકાયા હતા. તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત અશ્વિનભાઈને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મહેળાવ પોલીસે ઇકો કારના ચાલક કીર્તનભાઈ વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.