Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અજાણ્યા વાહન અડફેટે આવતાં શખ્સનું લાંબી સારવાર બાદ મોત નિપજ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાપી જીઆઈડીસીમાં બેસ્ટ પેપર મીલ પાસે ચાની લારી ચલાવતા રામચંદ્રન કાકનાટેને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેના માથાના ભાગે હેમરેજ થવા ઉપરાંત તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયામ મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, વાપી જીઆઈડીસી પોલીસને પ્રમીલા રામમન્દ્રન કાકનાટે (ઉ.વ.૫૨)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેઓ પોતાની બે દિકરી સાથે વર્ષોથી વાપી ટાઉન સરસ્વતી નગર ટેલિફોન એક્સચેંજની પાછળ રહે છે અને તેમના પતિ રામચંદ્રન વાપી જીઆઈ ડીસી ચાર રસ્તા પાસે બેસ્ટ પેપર મીલની બાજુમાં ચાની લારી ખોલી ચા બનાવી વેચવાનો ધંધો કરતા હતા.

જોકે ગત તારીખ  ૧૦/૦૪/૨૦૨૫ના રોજ સાંજે રામચન્દ્રન લારી બંધ કરીને ચાલતા ચાલતા ઘરે આવી રહ્યા હતા. ત્યારે વાપી હાઈવેના સર્વિસ રોડ પર સેમીટોમો કેમીકલ્સ કંપનીની સામેના મૅઈન રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે રામચંદ્રન માઘવનને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રામચંદ્રનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચાડી વાહનચાલક નાસી છૂટયો હતો. ઘવાયેલા રામચંદ્રનને બ્રેઈન હેમરેજ થયું હોય, પ્રથમ વાપી, ત્યાંથી હરિયા હોસ્પિટલ અને ત્યાંથી સુરત હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તે પછી તેને સેલવાસ વિનોબા ભાવે (હાલ નમો હોસ્પિટલ) સેલવાસ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.