Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

‘બેંકિંગ કંપનીઓ’ નિર્ધારિત મર્યાદાથી વધુ વ્યાજની આવક પર ટીડીએસ કાપશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની જોગવાઇઓ હેઠળ આવતી તમામ ‘બેંકિંગ કંપનીઓ’ નિર્ધારિત મર્યાદાથી વધુ વ્યાજની આવક પર ટીડીએસ કાપશે, આ જાણકારી આવકવેરા વિભાગે આપી હતી.

આવકવેરા કાયદા મુજબ જો નાણાકીય વર્ષમાં બેંક અથવા પોસ્ટ ઓફિસ ડિપોઝિટમાંથી વ્યાજની આવક સામાન્ય નાગરિકો માટે રૂા.૫૦,૦૦૦ અને વરિષ્ઠ નાગરિકો માટે એક લાખ રૂપિયાથી વધુ થવા પામે છે તો તેના પર ટીડીએસ કાપવામાં આવશે. આવકવેરા વિભાગે એક્સ પર માહિતી આપી કે નવા આવકવેરા અધિનિયમ, ૨૦૨૫ની કલમ ૪૦૨ હેઠળ બેંકિંગ કંપનીનો અર્થ એવી કંપનીઓ છે જેના પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ લાગુ પડે છે.આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ હેઠળ ‘બેંકિંગ કંપની’ની વ્યાખ્યામાં માત્ર એવી બેંકિંગ કંપનીઓનો સમાવેશ થતો નથી કે જેને બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ લાગુ પડે છે, પરંતુ તે કાયદાની કલમ ૫૧માં ઉલ્લેખિત કોઇ પણ બેંક અથવા બેંકિંગ સંસ્થાનો પણ સમાવેશ થાય છે.

આવકવેરા વિભાગે કહ્યું કે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ની વર્તમાન કલમ ૫૧ હેઠળ આવતી એવી બેંક અને બેંકિંગ સંસ્થાઓ આવકવેરા એક્ટ, ૨૦૨૫ની કલમ ૪૦૨ હેઠળ ‘બેંકિંગ કંપની’ની વ્યાખ્યામાં સમાવિષ્ટ માનવામાં આવશે, ભલે તેનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોય. આ રીતે આવી બેંકો અથવા બેંકિંગ સંસ્થાઓ કલમ ૩૯૩(૧)માં નિર્ધારિત મર્યાદા કરતાં ઓછી રકમ પર આવકવેરો કાપવા માટે બંધાયેલ રહેશે નહીં, એમ આવકવેરા વિભાગે જણાવ્યું હતું.

error: Content is protected !!