Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ચચરબુંદા ગામે ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉચ્છલનાં ચચરબુંદા ગામમાં અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ જેમાં કોઈક કારણોસર આગ ભભુકી ઉઠતા આખું ઘર આગની ઝપેટમાં આવી ગયું હતું. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં ચચરબુંદા ગામના રહીશ હુરજીભાઈ ફતીયાભાઈ ગામીતના ઘરમાં ગત તારીખ ૭ નારોજ રાંધણ ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો. જોકે અચાનક આગ લાગી જતા તેમજ સિલિન્ડર ધડાકાભેર ફાટતા આગની જવાળાઓએ આખા ઘરને લપેટમાં લઇ લીધું હતું. જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ ઘરવખરી સહિતનો તમામ સરસામાન સાથે ઘર બળી ગયું હતું. આગની ઘટના વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના વિસ્તારોમાં પહોંચે તેવી શક્યતાને લઇને રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતા સ્થળ ઉપર પહોંચેલ ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.