Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

કામરેજનાં ખડસદ ગામે અજાણ્યા વાહન અડફેટે આવતા રાહદારીનું મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કામરેજના ખડસદ ગામે પરપ્રાંતીય ઇસમને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. જેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સંજય ચતુર મહલી (મૂળ રહે.બેચલર કોલોની, જિ.રામગઢ, ઝારખંડ) કામરેજના ખડસદ ગામે રસ્તાની સાઈડથી પગપાળા જઈ રહ્યા હતા.તે દરમિયાન પુરપાટ આવેલા અજાણ્યા વાહન ચાલકે સંજયભાઇને અડફેટે લઇ ફરાર થઇ ગયો હતો. સંજયભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતકના પુત્ર ગુરુ કુમારે બનાવની જાણ કામરેજ પોલીસને કરતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.