કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસે ચોરીની બાઈક સાથે એક ઈસમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસને બાતમી મળી હતી કે, ચોરીની નંબર પ્લેટ વગરની બાઈક લઈ એક ઈસમ કડોદરા ક્રિષ્ણાનગર નહેર ખાતે આવેલા પ્રિયંકા પુલીયા પાસે ઊભો છે. જેથી કડોદરા પોલીસની ટીમે બાતમીવાળા સ્થળેથી ચોરીની બાઇક જેની કિંમત 15,000/-ની સાથે રાહુલ જુજારસીંગ કઠોરીયા (ઉ.વ.18., રહે.ક્રિષ્ણાનગર, ગૌતમભાઇની બિલ્ડિંગમાં, મૂળ રહે.ઉત્તરપ્રદેશ)નાંને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




