મહુવાનાં હળદવા ગામે રહેતા 55 વર્ષનાં મહેશભાઈ ગત તારીખ 26મીએ પોતાના રોજિંદા સમય મુજબ ઘરેથી માછલી પકડવા માટે હળદવાથી ઉમરા નદીએ પથરીવાળી જગ્યાએ ગયા હતા. જેઓ સાંજે મોડી સાંજ સુધી પરત નહી ફરતા ઘરના સભ્યોએ દરરોજ માછલી પકડવા જતા એ જગ્યાએ જતા હતા ત્યાં તપાસ કરતા મહેશભાઈ પાણીમાં ડૂબેલી મૃત હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ પરિવારે હળદવા ગામના સરપંચ અરુણાબેનને જાણ તેમણે મહુવા પોલીસને જાણ કરી હતી. મહુવા પોલીસ અને અનાવલ પોલીસ ઘટના સ્થળે આવી લાશને પાણીમાંથી બહાર કઢાવી અનાવલ રેફરલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી હતી. ઘટનાની તપાસ મહુવા પોલીસ કોન્સ્ટેબલ મરીયમબેન અને અનાવલના એએસઆઈ જીતુભાઈ એસ પાટીલે તપાસ હાથ ધરી હતી.




