હાલોલ સ્ટેશન પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક પર સવાર બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને તાત્કાલિક 108 એમ્બુલન્સ મારફતે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગતરોજ સાવલી ખાતે રહેતા ચેતનભાઈ ડામોર તથા ઠાસરા ગામે રહેતા તેઓના મિત્ર ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ ઠાકોર બન્ને બાઇક લઇ પાવાગઢ દર્શન કરવા જતા હતા. તે દરમ્યાન હાલોલ સ્ટેશન રોડ પર તેઓની બાઇક ટ્રકની પાછળ ઘૂસી જતા અક્સ્માત સર્જાયો હતો. જયારે બંનેને ઈજાઓ પહોચતા તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાયા હોવાની જાણકારી મળવા પામી છે. જયારે અક્સ્માત સર્જાતા ઘટના સ્થળે લોકની ભીડ ઉમટી પડી હતી.




