Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Crime : જૂની અદાવત રાખી યુવકની પીઠની પાછળનાં ભાગમાં ચાકુ મારી દીધું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરામાં નાગરવાડા વિસ્તારની નવી ધરતીમાં રહેતો શ્રમજીવી જતીન નિકુલબાઈ સોલંકીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તારીખ 9 મે’ના રોજ મારા કાકા મોહનભાઈ દશરથભાઈ સોલંકી ફોન કરીને કહ્યું હતું કે, આજે આજવા રોડ શુભલક્ષ્મી સોસાયટીમાં લગ્ન પ્રસંગમાં ડેકોરેશન માટે છોકરાઓની જરૂર છે જેથી તું આવી જા. જેથી હું મારા મિત્રોને લઈને ત્યાં ગયો હતો.

આજવા રોડ પર અમે ડેકોરેશનનું કામ કરતા હતા. તે દરમિયાન મારા મિત્ર અમિતનો ફોન આવતા હું શુભલક્ષ્મી સોસાયટીના ગેટથી અંદર મારા બાઈક પર બેસી વાત કરતો હતો. ત્યારે રાત્રે વાગ્યે ભાવિન રાજેશભાઈ પરમાર જેની સાથે મારે ત્રણ વર્ષ પહેલા ડીજેમાં નાચવા બાબતે બોલાચાલી તકરાર થઈ હતી અને એક યુવતીના પ્રેમ સંબંધ બાબતે ભાવિને મને ઠપકો આપતા અમારે બોલાચાલી થઈ હતી. જુના ઝઘડાની અદાવત રાખીને મારી પાછળથી આવી ચપ્પુ કાઢી પીઠની પાછળના ભાગમાં મારી દેતા હું નીચે પડી રહ્યો હતો. જે તે સમયે મેં ફરિયાદ આપી ન હતી.