Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી ફર્લો પર ગયેલ મહિલા કેદી પરત જેલમાં હાજર નહીં થઈ બારોબાર ફરાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 14 દિવસની પરલો રજા પર ગયેલી મહિલા કેદી પરત જેલમાં હાજર નહીં થઈને બારોબાર ફરાર થઈ ગઈ હતી. જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા કેદી વૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોધરાના જહરપુરા ગામે રહેતી મહિલા સંગીતા કાળુ બારીયા 7 વર્ષની સાદી કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી હતી. જેથી મહિલા વડોદરા મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહી હતી. દરમિયાન મહિલાએ 14 દિવસની રજા માટેની અરજી કરી હતી. જે મંજુર થતા મહિલા કેદીને 15 જૂન 2024ના રોજ સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરાઈ હતી. આ મહિલા કેદીએ રજા પૂર્ણ થયા બાદ 30 જુનના રોજ ફરી જેલમાં હાજર થવાનું હતું. પરંતુ મહિલા કેદી જેલમાં હાજર થયા વિના બારોબાર ફરાર થઈ ગઈ હતી. જેથી જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા કેદી સંગીતા બારીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.