Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

હાથરસ નાસભાગ મામલે SITનાં રિપોર્ટ બાદ SDM અને સીઓ સહીત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તરપ્રદેશનાં હાથરસ નાસભાગ મામલે SITએ ગત શુક્રવારે તપાસ રિપોર્ટ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોંપ્યો હતો. તેમાં 100 લોકોના નિવેદન નોંધ્યા છે. હવે આ રિપોર્ટના આધાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ રિપોર્ટના આધાર પર SDM અને સીઓ સામે કાર્યવાહી થઈ છે. સરકારે બંનેને સસ્પેન્ડ કરી દીધા છે. આ મામલે SDM અને સીઓ સહીત 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી SITના રિપોર્ટ બાદ કરવામાં આવી છે. બીજી તરફ ADG આગરા અને અલીગઢ કમિશનરની આગેવાનીમાં આ મામલે તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેસની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. તેના માટે તેમણે સમિતિની રચના પણ કરી હતી.