Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

નાસા અને બોઇંગ બંને બધી ટેકનિકલ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરી બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર સંપૂર્ણ સલામતીથી પાછાં લાવવા માટે બધી વ્યવસ્થા થઇ રહી છે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના ટેસ્ટ પાઇલોટ બુચ વિલમોર અને ભારતીય મૂળનાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે 2024ની 10 જુલાઇએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(આઇ.એસ.એસ.)માંથી પત્રકારો સાથે વાતચીત કરતાં આવો આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો. પૃથ્વીથી 400 કિલોમીટરના દૂરના અંતરિક્ષમાં ગોળ ગોળ ઘુમતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી સુનિતા વિલિયમ્સે અને બુચ વિલમોરે  પહેલી જ વખત ન્યુઝ  કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.  સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર 2024નાં જૂનમાં બોઇંગની ન્યુ સ્ટારલાઇનર કેપ્સુલ દ્વારા આઇ.એસ.એસ.માં ગયાં છે. સુનિતા વિલિયમ્સે અને બુચ વિલમોરેએ કહ્યું હતું કે ખરેખર તો અમે ઘણાં સપ્તાહ પહેલાં જ પૃથ્વી પર પાછાં આવી જવું જોઇતું હતું.

આમ છતાં બોઇંગ કંપનીની ન્યુ સ્ટારલાઇનર કેપ્સુલમાં હિલિયમનું ગળતર થવાથી અને તેના થ્રસ્ટરની કામગીરીમાં ટેકનિકલ અવરોધ સર્જાતાં અમને બંનેને અહીં આઇ.એસ.એસ.માં આવવામાં વિલંબ થયો હતો. હવે અમે બંને અહીં આઇ.એસ.એસ.માં નાછૂટકે  રોકાઇ ગયાં છીએ.  જોકે એક વખત પૃથ્વી પરના  થ્રસ્ટરનું વૈજ્ઞાનિક પરીક્ષણ થઇ જાય ત્યારબાદ અમે વહેલી તકે પૃથ્વી પર પાછાં આવી જ જઇશું. બંને અવકાશયાત્રીઓએ ઉત્સાહ સાથે કહ્યુ હતું કે, અમને પૃથ્વી પર પાછાં આવવામાં વિલંબ થયો હોવાની કોઇ જ જાતની ફરિયાદ નથી. અમે અહીં આઇ.એસ.એસ.માં ભરપૂર મોજમસ્તી કરી રહ્યાં છીએ. સાથોસાથ અમે આઇ.એસ.એસ.નાં ક્રૂ મેમ્બર્સને મદદરૂપ પણ બની રહ્યાં છીએ.

નાસાનાં કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ ડાયરેક્ટર સ્ટિવ સ્ટિચે એવી માહિતી આપી હતી કે બોઇંગ સ્ટાર લાઇનરનાં બંને અવકાશયાત્રીઓ મોડામાં મોડાં જુલાઇના અંત સુધીમાં પૃથ્વી પર સલામતીપૂર્વક પાછાં આવી જશે. સ્પેસ એક્સ 2024નાં ઓગસ્ટનાં મધ્યમાં તેની બીજી ટીમને અંતરિક્ષમાં મોકલે તે પહેલાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલિમોર ચોક્કસ પૃથ્વી પર પરત આવી જશે. જોકે આ ટાઇમ ટેબલમાં પણ ફેરફાર થઇ શકે છે. નાસાએ અને બોઇંગે આ સપ્તાહે મેક્સિકોમાં સ્ટાર લાઇનરના થ્રસ્ટરની ટેકનિકલ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કર્યો છે. ખરી ટેકનિકલ સમસ્યા તો પ્રપલ્ઝન સિસ્ટમ(અવકાશયાનને અંતરિક્ષમાં આગળ લઇ જવા માટે ધક્કો મારતી ટેકનિકલ યંત્રણા)માં છે. ગમે તે કહો, બંને અવકાશયાત્રીઓને પૃથ્વી પર સંપૂર્ણ સલામતીથી પાછાં લાવવા માટે બધી વ્યવસ્થા થઇ રહી છે.