Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : પ્રોહી. ગુન્હાનો વોન્ટેડ આરોપી ડોલવણ ચાર રસ્તા પરથી ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ડોલવણ ચાર રસ્તા પરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૭/૦૮/૨૦૨૪નાં રોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા.

તે દરમિયાન એ.હે.કો. ધર્મેશભાઈ મગનભાઈ તથા અ.પો.કો. અરૂણભાઈ જાલમસિંગ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, ડોલવણ ચાર રસ્તા પરથી ડોલવણ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામા નાસતો ફરતો વોન્ટેડ આરોપી હિરલભાઈ ઉર્ફે બચુ મગનભાઈ ઢોડિયા પટેલ (ઉ.વ.૨૪., રહે.પાણીખડક, દુકાન ફળિયું, તા.ખેરગામ, જિ.નવસારી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.