તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

આણંદમાં રેલવે ગરનાળાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતાં બે મજુર દટાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આણંદ શહેરના અમીના મંજીલ નજીક રેલવે ગરનાળાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન મંગળવારનાં રોજ બપોરના સુમારે અચાનક ભેખડ ધસી પડતાં મજુરોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે તે પહેલા બે મજુરો દટાઇ ગયાં હતાં. આથી, બુમાબુમ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને મજુરોને બહાર કાઢી તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. ઘટના અંગે રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આણંદ શહેરના અમીના મંજીલ વિસ્તારમાં રહિશો સરળતાથી અવર જવર કરી શકે તે માટે અંડર ગ્રાઉન્ડ રેલવે ગરનાળાની કામગીરી મંજુર કરવામાં આવી છે. જે કામગીરી સંદર્ભે છેલ્લા કેટલાક સમયથી ગરનાળુ બનાવવા ખોદકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન મંગળવારની બપોરે માટની ભેખડ ધસી પડી હતી. જેના કારણે કામ કરી રહેલા મજુરોમાં દોડધામ મચી હતી. પરંતુ બે મજુરો ભેખડ નીચે આવી જતાં હાહાકાર મચી ગઈ હતી.

આ ઘટનાના પગલે આસપાસના રહિશો તુરંત દોડી આવ્યા હતા અને માટી દુર કરી બંને મજુરોને બહાર કાઢી સારવાર માટે 108માં કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઘટનાની ગંભીરતાના પગલે રેલવેના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યાં હતાં. આ અંગે રેલવે પોલીસે જાણવા જોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં માટીની ભેખડ ધસી પડવાથી સુભાષ અને પાયલ નામના બે મજુર દટાઇ ગયાં હતાં. જ્યારે સુપરવાઇઝરને ઢેફુ વાગતા ઇજા પહોંચી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.