Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : દારૂનાં જથ્થા સાથે તાડકુવા ગામનો યુવક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાના નવી વસાહત પાસેના ત્રણ રસ્તા પરથી બાઈકની ડીકીમાં વગર પાસ પરમિટે દારૂની બોટલો ભરી લાવનાર તાડકુવા ગામનાં યુવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. ગુન્હા અંગેની રેઈડમાં નીકળેલા હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, વ્યારા જનકનાકા રોડ તરફથી બાઈકમાં એક ઈસમ ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી વ્યારા તરફ આવનાર છે જે બાતમીનાં  આધારે પોલીસ સ્ટાફના માણસો વ્યારાનાં નવી વસાહત ગણેશ મંદિરની પાસે ત્રણ રસ્તા ઉપર વોચમાં હતા.

તે દરમિયાન બાતમી વાળી બાઇક નંબર GJ/26/AG/5325 આવતા જોઈ પોલીસે લાકડીના ઇશારે બાઇક ચાલકને ઉભો રખાવ્યો હતો. ત્યારબાદ તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ, હિતેનભાઈ હરેશભાઈ ગામીત (રહે.તાડકુવા ગામ, મોહુડી ફળિયુ, તા.વ્યારા)નો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ બાઈકના સીટના નીચેના ભાગમાં તપાસ કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 96 બોટલો મળી આવી હતી. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો મુદ્દામાલ વ્યારાનાં  નવી વસાહત ખાતે રહેતી એક મહિલા સુજાતાબેન નીતિનભાઈ ચૌધરી નાએ મંગાવ્યો હતો. આમ પોલીસે દારૂની બોટલો અને બાઇક મળી કુલ રૂપિયા 39,600/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.