Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સમય બદલાઈ રહ્યો છે, દોસ્ત દોસ્ત ના રહા : કોંગ્રેસ પ્રમુખ ખડગેનો પી.એમ.મોદી પર કટાક્ષ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બુધવારે તેલંગાણાના કરીમ નગરમાં ચૂંટણી રેલીને સંબોધતા પી.એમ.મોદીએ કોંગ્રેસને પૂછ્યું કે, લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા પછી અંબાણી અને અદાણીનું નામ લેવાનું કેમ બંધ કર્યું? પી.એમ.મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણી માટે તે ઉદ્યોગપતિઓ પાસેથી કેટલા પૈસા મેળવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના શહજાદા છેલ્લા 5 વર્ષથી સવારે ઉઠતાની સાથે જ માળાનો જાપ શરૂ કરી દેતા હતા. જ્યારથી તેમનું રાફેલ વિમાન ગ્રાઉેન્ડેડ થયું છે.

ત્યારથી તેણે નવી માળાનો જાપ શરૂ કર્યો. 5 વર્ષ સુધી એક જ માળા જપતા, ‘5 ઉદ્યોગપતિ’, પછી ધીમે ધીમે’અંબાણી’, ‘અદાણી’ કહેવા લાગ્યા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અદાણી-અંબાણી વાળા નિવેદન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કટાક્ષ કરતાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વીટ કરીને કહ્યું, સમય બદલાઈ રહ્યો છે. દોસ્ત દોસ્ત ના રહા..! ચૂંટણીના ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ આજે વડાપ્રધાન પોતાના જ મિત્રો પર હુમલાખોર બન્યા છે તે દર્શાવે છે કે મોદીજીની ખુરશી હલી રહી છે. આ પરિણામોનું વાસ્તવિક વલણ છે.