વડોદરામાં ડભોઈની ઝેનીથ સ્કૂલ વિવાદમાં આવી છે. જેમાં ધોરણ-7ના ચાર વિદ્યાર્થીઓની ફી બાકી હોવાથી બબાલ થઇ છે. તેમાં વિદ્યાર્થીઓને બેન્ચ પર ઉભા રાખીને સજા અપાઈ છે. તથા બાળકોને કહ્યુ ઔકાત નથી કે ભણી શકો. તેથી વાલીઓ અને VHP કાર્યકરો ઝેનીથ સ્કૂલ પહોંચ્યા છે.શિક્ષિકા ફિરોઝા પર વિદ્યાર્થીઓને ત્રાસના આરોપ છે. જેમાં શાળાના આચાર્ય રેશ્મા શેખે તપાસની બાંહેધરી આપી છે.
જેમાં ડભોઇ રોડની ઝેનીથ સ્ફૂલ વિવાદમાં આવી છે. તેમાં ધોરણ 7 ના 4 વિદ્યાર્થીઓને ફી બાકી હોવાથી ત્રાસ અપાયો હતો. જેમાં બેનચીસ પર ઉભા રાખી સજા અપાઈ હતી. તથા બાળકોને કહ્યું કે તમારી ઔકાત નથી કે તમે ભણી શકો. તેથી વાલીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઝેનીથ સ્કૂલ પર પહોંચ્યા હતા.ફિરોઝા મેડમ દ્વારા ત્રાસ અપાયા ના આરોપ સામે શાળાના આચાર્યા રેશ્મા શેખે તપાસ કરવાની બાંહેધરી આપી હતી. જેમાં સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. તેમજ વાલીઓ પણ શિક્ષિકાના આ પ્રકારના વલણની સ્તબ્ધ થયા છે.



