તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

હિમાચલપ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફના થર જામ્યા અને વાહનવ્યવહાર પણ થયો ઠપ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. ભારે હિમવર્ષાને પગલે રોડ પર બરફ થર જામી ગયા છે જેના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે. તો અટલ ટનલમાં 300 જેટલા પ્રવાસી ફસાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને પગલે કિન્નૌર જિલ્લાના નાથપા પાસે ભારે હિમવર્ષા તેમજ ભૂસ્ખલન થવાના કારણે શિમલા-રામપુર-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 બંધ કરી દેવામાં આવ્યો છે. હિમાચલ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક નવું બુલેટિન બહાર પાડ્યું છે, જેમાં આ માહિતી આપવામાં આવી છે.

હિમવર્ષાના પગલે અટલ ટનલ રોહતાંગ નજીક એક ફૂટ સુધી બરફના થર જામી ગયા છે. મનાલીમાં હિમવર્ષાના કારણે નેહરુ કુંડથી આગળ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગુલાબા, પલચન સોલંગવેલી અને મનાલીની અટલ ટનલની આસપાસ હિમવર્ષા થઈ છે. મનાલી શહેરમાં ગઈકાલે રાત્રે  પણ હિમવર્ષા થઈ હતી. હવે અહીં આજે સવારથી ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર લાહૌલ સ્પીતિમાં ગત રાત્રિથી ભારે હિમવર્ષા થવાના કારણે રાજ્યના મોટાભાગના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

લાહૌલ સબડિવિઝનમાં 71 અને ઉદયપુર ડિવિઝનમાં 48 રસ્તાઓ બંધ કરાયા છે. આ સિવાય દારચા લેહ મનાલી હાઇવે, સરચુ હાઇવે, કાઝા ગ્રાનફૂ લોસર હાઇવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. લાહૌલમાં હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અટલ ટનલ નજીક છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષા થઈ છે. અહીં અત્યાર સુધીમાં લગભગ એક ફૂટ સુધી બરફ પડ્યો છે. કુલ્લુ પોલીસે આ જાણકારી આપી છે. અહીં વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. તેવી જ રીતે વીજ સેવાને પણ અસર થઈ છે અને ચંબા સહિત રાજ્યભરમાં 388 વીજ ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે.