Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢનાં ટેમ્કા ગામે ખેતરમાંથી મોટરની ચોરી થતાં અજાણ્યા ચોર સામે પોલીસ ફરિયાદ કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં ટેમ્કા ગામેથી ખેતરમાંથી મોટરની ચોરી થતાં અજાણ્યા ચોર ઈસમ સામે ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ટાપરવાડા ગામનાં નિશાળ ફળિયામાં રહેતા ભીલાભાઈ મીચરાભાઈ ગામીત નાંઓનાં ખેતરમાંથી તારીખ 20/01/2024નાં રોજ ખેતરની બાજુમાં આવેલ નહેરમાં નાંખેલ એ.જિ.કંપનીની 2 એચ.પી.ની સીંગલ ફેઝની મોટર નંગ-1 જેની કિંમત રૂપિયા 10,000/- અને રાકેશભાઈ પીલિયાભાઈ ગામીતની લુબી કંપનીની 1 એચ.પી.ની સીંગલ ફેઝની મોટર નંગ-1 જેની કિંમત રૂપિયા 5,000/-મળી કુલ રૂપિયા 15,000/-ની કેબલ તથા પાઈપને કાપીને નહેરમાંથી કાઢી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે ભીલાભાઈ ગામીત નાંએ સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.