તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

સાઉથ સ્ટાર વિજયે લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં કર્યો પ્રવેશ, વિજયે પોતાની પાર્ટીનું નામ ‘તમિલાગા વેત્રી કઝગમ’ રાખ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે. રજનીકાંત પછી વિજયને લોકો સૌથી વધુ પસંદ કરે છે. વિજય તેની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે. ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે. વિજય ઘણા સમયથી ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને હવે તે રાજકારણમાં પ્રવેશ કરીને તેમના માટે કામ કરવા જઈ રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે, સાઉથ સ્ટાર વિજયે લોકસભા ચૂંટણી પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો છે.

તેમણે પોતાની પાર્ટીનું નામ પણ જાહેર કર્યું છે. વિજયે પોતાની પાર્ટીનું નામ તમિલાગા વેત્રી કઝગમ રાખ્યું છે. વિજયે પોતાના નિવેદનમાં કહ્યું, અમે અમારી પાર્ટી ‘તમિલાગા વેત્રી કઝગમ’ને રજીસ્ટર કરવા માટે આજે ચૂંટણી પંચને અરજી કરી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય આગામી 2026ની વિધાનસભા ચૂંટણી લડવાનો અને જીતવાનો છે. એ પણ મૂળભૂત રાજકીય ફેરફારો લાવવા માટે, જે લોકો ઇચ્છે છે. એક્ટરે લોકસભાની ચૂંટણી પહેલાં પાર્ટીના નામની જાહેરાત કરી દીધી છે.

પરંતુ તેઓ ચૂંટણી લડી રહ્યા નથી. તેમણે આ ખુલાસો પણ કર્યો છે. વિજયે એક નિવેદન જાહેર કરતા કહ્યું કે, તેઓ 2024ની લોકસભા ચૂંટણી લડવાના નથી અને ન તો આ ચૂંટણીમાં કોઈ પાર્ટીને સમર્થન કરશે. અમે જનરલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠક માટે આ નિર્ણય લીધો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો થોડા સમય પહેલા વિજયે તેની નવી ફિલ્મ GOATની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે પ્રભુદેવા, પ્રશાંત અને અજમલ જોવા મળશે. વિજયે તાજેતરમાં જ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું.