Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢનાં આર.ટી.ઓ. પાસેથી કારમાં દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં આર.ટી.ઓ.થી નવાપુરથી સુરત ખાતે જતા ટ્રેક ઉપરથી એક કારમાં વગર પાસ પરમિટે  દારૂનાં જથ્થા સાથે કાર ચાલકને ઝડપી પાડ્યો હતો, જયારે દારૂનો મુદ્દામાલ ભરી આપનાર અને દારૂ મંગાવનાર મળી કુલ સાત લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસને તારીખ 21નાં રોજ મળેલ બાતમીના આધારે સોનગઢ પોલીસે આર.ટી.ઓ. નવાપુરથી સુરત ખાતે જતા ટ્રેક ઉપરથી એક કાર નંબર GJ/16/CB/4002માંથી વગર પાસ પરમીટે કારનાં પાછળનાં ભાગે તથા ડીકીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો જેમાં 41 પુંઠાનાં બોક્ષમાંથી બોટલ તથા ટીન મળી કુલ 1,668 બોટલો મળી આવી હતી.

જેની કિંમત રૂપિયા 2,20,800/- હતી ત્યારબાદ પોલીસે ઝડપાયેલ ઈસમનું નામ પૂછતાં તેને પોતાનું નામ, કુલદીપભાઈ અતુલભાઇ ચૌધરી (રહે.બોરખડી ગામ, ભાઠી ફળિયું, તા.વ્યારા)નાં હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર ગોપાલ ભગત તેમજ મુદ્દામાલ મંગાવનાર અશોક મારવાડી અને મનીષ મારવાડી જેના પુરા નામઠામની ખબર નથી તે સાથે આ ગુનામાં સામેલ કિરણ મણિલાલભાઈ ચૌધરી (રહે.બોરખડી ગામ, ભાઠિ ફળિયુ, તા.વ્યારા), ફેઝલ અને રિયાઝ (બંને રહે.ઝંખવાવ)નાઓને આ કામે પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આમ, પોલીસે દારૂનો જથ્થો, કાર અને 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 7,95,800/-નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે સાત ઈસમોને આ કામે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.