Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : ખેડૂત સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર બે જણાને કોર્ટે સજા ફટકારી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વાલોડ તાલુકાનાં જમીન માલિક હાલમાં અમેરિકામાં રહે છે તેમની જાણ બહાર ખોટા દસ્તાવેજો બનાવી રૂપિયા 12.51 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી પડાવી લેવાના પ્રકરણમાં વાલોડ કોર્ટે બે આરોપીઓને એક વર્ષથી લઈ ત્રણ વર્ષથી સજા અને દંડ ફટકાર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાલોડ તાલુકાનાં ઈનમા ગામે આવેલ સર્વે નંબર 20(1), 23 અને બ્લોક નંબર 39 તથા ખાતા નંબર 100 વાળી જમીનમાં મૂડ માલિક હસમુખ મગનભાઈ પટેલ હાલમાં અમેરિકામાં રહે છે અને તેમની જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવી રૂપિયા 12.51 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વાલોડ પોલીસ મથકે વર્ષ-2014માં નોંધાઈ હતી જેથી આ કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલ સાંભળી કોર્ટે આરોપી શબ્બીર મહોમ્મ શેખ અને અઝરૂદ્દિન શબ્બીર રાવત (બંને રહે. બારડોલી)નાને આ ગુન્હામાં કસુરવાર ઠરાવી વાલોડ કોર્ટના જજ આર.એસ.સિંઘલે સજા તથા દંડ ફટકારતો હુકમ જાહેર કર્યો હતો.