તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

મુંબઈ HIVનું સૌથી વધુ જોખમ ધરાવતો જિલ્લો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મુંબઈની HIV/AIDS નિયંત્રણ સંસ્થાએ શહેરમાં એક સર્વે હાથ ધર્યો હતો. સંસ્થાએ આ વાયરસના સંક્રમણના વ્યક્તિગત કેસ ઉપરાંત પ્રભાવિત પરિવારો અંગેના આંકડા એકત્રિત કરવા કવાયત હાથ ધરી હતી. સર્વેના પરિણામમાં નોંધપાત્ર ઘટસ્ફોટ થયો શહેરમાં 6,000 જેટલા પરિવારો વાયરસથી પ્રભાવિત છે, જેમાં 29% યુગલો સારવાર લઇ રહ્યા નથી.

2022-2023માં મહારાષ્ટ્રમાં 42 લાખ વ્યક્તિઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 14,346 વ્યક્તિઓ HIV પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું હતું, આમ પોઝીટીવીટી રેટ 0.34% રહ્યો હતો. મુંબઈ જીલ્લામાં 0.7% ના પોઝીટીવીટી રેટ સાથે 3,116 કેસ નોંધાયા હતા, જે રાજ્યની સરેરાશ બમણો છે, મુંબઈ રાજ્યનો HIVનું સૌથી વધુ જોખમ ધરાવતો જિલ્લો છે. અગાઉના નાણાકીય વર્ષ 2020-21માં, મુંબઈમાં 0.9 ટકાનો પોઝીટીવીટી રેટ હતો જ્યારે રાજ્યનો દર 0.37 ટકા હતો. આમ પોઝીટીવીટી રેટમાં ઘટડો હોવા મળ્યો છે.

મુંબઈ ડિસ્ટ્રિક્ટ્સ એઈડ્સ કંટ્રોલ સોસાયટી (MDACS)એ સર્વેને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો, કારણ કે આ ડેટા સાથે તેઓ પરંપરાગત વ્યક્તિગત-કેન્દ્રિત અભિગમથી આગળ વધીને કુટુંબ-કેન્દ્રિત સ્ટ્રેટેજી અંગે કામ કરી શકાશે. શહેરમાં લગભગ 40,000 લોકો એચઆઇવી સારવાર હેઠળ છે, જેમાં 2022-23માં 3,000 થી વધુ નવા કેસ ઉમેરાયા છે.

MDACS ના અધિકારી એ જણાવ્યું હતું કે, પ્રથમ વખત અમારી પાસે માત્ર વ્યક્તિઓની સંખ્યા જ નહીં, પરંતુ આ રોગ સામે ઝઝૂમી રહેલા પરિવારોની સંખ્યાની પણ માહિતી છે. સર્વે અન્ય રસપ્રદ તારણો પણ દર્શાવે છે. છેલ્લા છ મહિનાના ગાળામાં 74%  યુગલોએ લીધી ન હતી. સર્વે મુજબ જો એક સાથીદાર સારવાર બંધ કરે, તો અન્ય સાથીદાર છ મહિનાની અંદર સારવાર બંધ કરે છે. તે દર્શાવે છે કે સારવારમાં કુટુંબ મહત્વનો ભાગ ભજવે છે. સર્વેના તારણોએ આધારે MDACS ને તેના ક્લિનિક્સમાં ‘ફેમિલી સેન્ટ્રિક કેર’ની જાહેરાત કરી છે.

હાલના દર્દીઓને સારવારની પ્રક્રિયાનું પાલન કરાવવું મહત્વપૂર્ણ પડકાર છે. મહારાષ્ટ્ર સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી (MSACS) એ 18,321 વ્યક્તિઓને ઓળખી કાઢ્યા છે જેમણે સારવારમાં છોડી દીધી છે અને તેઓ સારવાર કાર્યક્રમમાં પાછા ફરે તેની ખાતરી કરવા માટે પોલીસને સામેલ કરવાની વિચારણા ચાલી રહી છે.એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે સારવાર માટે 50 કિમીની અંદર મફત બસ મુસાફરીની જાહેરાત કરવા છતાં, સારવાર છોડવાનો દર ઊંચો છે.