દાંતા તાલુકાના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મામલો ગરમાયો છે. અન્ય સમાજના કેટલાક યુવાનોએ કિશોર પર આ કૃત્ય આચાર્યું હતું. જેને લઈને હડાદ ગામમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સંપૂર્ણ ગામ બંધ કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ તંત્ર ઉપર આક્રોશ ઠાલવ્યો હતો. હડાદ તાલુકામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સામે આવતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે સાંજથી ગ્રામજનો આ અંગેની ફરિયાદ આપવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સંતોષપૂર્વક જવાબ ના મળતાં તેઓ સવારમાં રેલી સ્વરૂપે આ પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ લેવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા.
ઘટનાને લઈ હડાદના ગ્રામજનો સહિત પંથક અને હિન્દુ સમાજમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ હતી અને આ ઘટનામાં કથિત સંડોવાયેલા નરાધમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા હડાદ પોલીસે ચોકીએ પહોંચ્યા હતા. જોકે 10થી 12 કલાક વીતવા છતાં પોલીસે કોઈ સંતોષજનક કરવાઈ ન કરતાં આક્રોશ બેવડાયો હતો અને સમગ્ર ગામના રોજગાર ધંધા સજ્જડ બંધ પાળી લોકોના ટોળાં મોટી મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચી અને વિરોધ પ્રદર્શિત કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. લઘુમતી સમાજના કેટલાક યુવાનોએ આ કિશોરને પહેલા અભદ્ર ચિત્રો બતાવ્યા અને ત્યારબાદ તેની સાથે આ કૃત્ય કર્યું હતું. આ ઘટનાની જાણ લઘુમતિ સમાજના લોકોને થતાં તેઓ પણ હડાદ પોલીસ સ્ટેશને આવ્યા હતા અને આ કૃત્યનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ નરાધમોએ જે કૃત્ય કર્યું છે તેનો અમે સખત વિરોધ કરીયે છીએ.



