તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

સુરત શહેરના કરંજ વિધાનસભા વિસ્તારના હનુમાન અને શિવ મંદિરની સાફસફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપતા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે સુરત શહેરના કરંજ વિધાનસભા વિસ્તારના હનુમાન અને શિવ મંદિરની સાફસફાઈ કરી કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેમણે તીર્થધામો આસપાસ સફાઈ કરતા સ્વચ્છતાકર્મીઓને સ્વચ્છ રાખતા સ્વચ્છતાકર્મીઓ, મનપાના અધિકારીઓને ફૂલ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કર્યા હતા.

તેમણે શ્રી મહાદેવ અને હનુમાનજીના દર્શન કરી દેશની શાંતિ, સુખાકારી અને સમૃદ્ધિની મંગલકામના કરી હતી. “સ્વચ્છ રહેશે મંદિર તો સુંદર થશે દર્શન” એમ જણાવી મંત્રીશ્રીએ યાત્રાધામોમાં ધ્યાન, પ્રાર્થના અને સત્સંગ માટે અનુકૂળ માહોલના નિર્માણ માટે સ્વચ્છતા ખૂબ જરૂરી છે. જેથી સૌ નાગરિકોએ ધાર્મિકસ્થળોને સ્વચ્છ રાખવા અનુરોધ કર્યો હતો. પાંચસો વર્ષની પ્રતીક્ષા બાદ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામ પધારી રહ્યા છે, ત્યારે શ્રી રામ આગમનને વધાવવા સાથે તીર્થક્ષેત્રોને સ્વચ્છ કરવાના આદરણીય વડાપ્રધાનશ્રીના આહ્વાનને ઝીલી યાત્રાધામોને સ્વચ્છ રાખવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ ઘોઘારી, મનપાના હોસ્પિટલ સમિતિના ચેરમેન મનીષા આહીર, પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા, કોર્પોરેટરો અને સ્થાનિક નાગરિકો, ભાવિક ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા.