Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : દારૂનું કાર્ટિંગ કરનાર એક ઝડપાયો, દારૂ મંગાવનાર અને ભરી આપનારને વોન્ટેડ જાહેર કરાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં ટોકરવા ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી દારૂનું કાર્ટિંગ કરનાર એક ઈસમને પોલીસે ઝડપી પાડ્યો હતો, જયારે પોલીસ રેઈડ જોઈ અને દારૂનો જથ્થો ભરી આપનાર આમ બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વાલોડ પોલીસ સ્ટાફના માણસો બુધવારના રોજ વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, બાજીપુરા ગામના પીંપળી ફળિયામાં રહેતો અને પ્રોહ. ગુન્હા સાથે સંકળાયેલ બકુલભાઈ ગમનભાઈ ચૌધરી નાંઓ ચોરી છુપીથી વિદેશી દારૂ મંગાવી ટોકરવા ગામે રહેતો હેમંતભાઈ અનિલભાઈ હળપતિ નાને દારૂનો જથ્થો સપ્લાય કરે છે અને કાર નંબર GJ/26/A/8259માં દારૂનો જથ્થો ભરી લાવી કાર્ટિંગ કરનાર છે.

જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં એક ઈસમ સફેદ કલરની સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હીલ કાર સાથે સ્થળ ઉપર આવતા તે કારમાંથી એક ઈસમ ઉતરેલ અને બીજો એક ઈસમ કાર પાસે આવી બંને જણા મળી કારની ડીકીમાંથી કઈક ઉતારતા હોવાનું જણાય આવતા પોલીસે સ્થળ પર પહોંચી એક ઈસમને ઝડપી પાડ્યો હતો જ્યારે ત્યાં હાજર એક ઈસમ અંધારાનો લાભ લઈ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો ત્યારબાદ પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, બકુલભાઈ ગમનભાઈ ચૌધરી (રહે.બાજીપુરા ગામ, પીંપળી ફળિયું, વાલોડ)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે ગાડીની ડીકીમાં જોતા કાળા કલરની પ્લાસ્ટિકની કોથળીઓમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની કુલ 332 નંગ બોટલો મળી આવી હતી.

તેમજ પોલીસે પ્રોહી. મુદ્દામાલ ક્યાંથી લાવે છે અને કોણે આપવાનો હતો તે બાબતે પૂછતા તેણે જણાવ્યું હતું કે. આ પ્રોહી. મુદ્દામાલ નવાપુર ખાતેથી દિલીપભાઈ મગનભાઈ ગાવીત (રહે.નવાપુર)ના પાસેથી ભરી લાવેલ હતો અને વાલોડનાં ટોકરવા ગામે રહેતો હેમંતભાઈ અનિલભાઈ હળપતિ નાંએ મંગાવેલ હતો. આમ, પોલીસે સ્થળ પરથી કાર, દારૂનો જથ્થો અને 1 નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 3,35,900/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે પકડાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જયારે પ્રોહી. મુદ્દામાલ ભરી આપનાર નવાપુર ખાતેનો અને મંગાવનાર ટોકરવા ગામનાં ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.