તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

નર્મદા નદીમાં 3 બાળકો સહિત સુરતના 8 પ્રવાસીઓ ડૂબ્યા, પોઇચા ખાતે ફર્યા બાદ નદીમાં ન્હાવા ગયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી જવા પામ્યો હતો, મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકો દ્વારા ડૂબતા બચાવી લેવામાં આવ્યો હતો. આ ઘટના ની વાત કરીએ તો સુરત ખાતે રહેતા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઇચા ફરવા માટે ગયા હતા.

પોઇચા ખાતે ફર્યા બાદ નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ 8 લોકો નદીમાં ડૂબી ગયા છે. ડૂબતા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે બૂમો પાડતા જ સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કુદ્યાં હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબી જવાથી પ્રવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. એક યુવાનને બચાવવામાં સ્થાનિકોને સફળતા મળી હતી. પરંતુ 7 લોકો લાપતા થતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચાપહોચી ગયા છે. લાપતા લોકોની શોધખોળ હાથ ધરી છે.