તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

માંગરોળમાં આવેલ બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજ દ્વારા પીલવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના માંગરોળ તાલુકામાં આવેલ બણભા ડુંગર ખાતે આદિવાસી સમાજ દ્વારા પીલવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, આદિવાસીઓનું નવું વર્ષ એટલે પિલવણી ઉત્સવ જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા વિવિધ કાર્યક્રમો અને રેલીનું આયોજન કરાયું હતુ ત્યારે આદિવાસી સંસ્કૃતિ અને વિસરાતી જતી પરંપરાઓને જાળવી રાખવા અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

સાંજે 4 વાગ્યાથી શરૂ થયેલ કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો હતો, જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો આવ્યા હતા. નોંધનીય છે કે, પિલવણી ઉત્સવ, અખાત્રીજ પછીની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમમાં આદિવાસી પોશાક, આદિવાસી વાનગીઓ અને વારલી પેઇન્ટિંગના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, આ ઉપરાંત આદિવાસી ડાન્સ માટે લોકચાહના મેળવનાર શ્રદ્ધા પટેલ સહિત આદિવાસી સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉમટી પડ્યા હતાં.