તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચથી શરૂ થતી બોર્ડની પરીક્ષા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. જેના કારણે વિદ્યાર્થીઓને મંઝૂવતા કોઈ પણ સવાલનો જવાબ અહીં તમને મળી શકે છે. તમને જણાવી દઈએ કે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે.  ગુજરાત બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેને લઈને ગુજરાત બોર્ડ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.

ત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800 233 5500 પર ફોન કરી વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણ દૂર કરી શકાશે. હેલ્પલાઈનમાં એક્સપર્ટ, કાઉન્સેલર તેમજ સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આ નંબર  8 ફેબ્રુઆરીથી 26 માર્ચ સુધી શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલ ટોલ ફ્રી હેલ્પલાઈન કાર્યરત રહેશે.

જેના પર ધોરણ. 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે સવારે 10 થી સાંજે 6.30 સુધી હેલ્પલાઈન નંબર કાર્યરત રહેશે. જ્યારે અમદાવાદના DEOએ સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે. અહીં પણ વિદ્યાર્થીઓ મેસેજ કરીને જરૂરી માહિતી મેળવી શકશે.આ નંબર પર વિધાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઇન ઉપર એક્સપર્ટ અને સાયકોલોજિસ્ટ વિદ્યાર્થીઓને તેમજ સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપશે.