તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને આજીવન કેદની સજા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને નાગપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેના પર પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે જાસૂસી કરવાનો આરોપ છે.

નિશાંત અગ્રવાલની 2018માં બ્રહ્મોસ મિસાઈલની માહિતી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISIને લીક કરવા બદલ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એટીએસ અને મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા 2018 માં નાગપુર નજીક ધરપકડ કરવામાં આવી હતી.

મિસાઈલ પ્રોજેક્ટ્સમાં નિશાંત સામેલ હતો : નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતો અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતો. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવે છે. નિશાંતે તેની વિશેષતાઓ અને ટેકનીકલ કુશળતાના કારણે બ્રહ્મોસ એરોસ્પેસમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.

કોણ છે નિશાંત અગ્રવાલ? નિશાંત અગ્રવાલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રોપડમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેણે બ્રહ્મોસ એરોસ્પેસમાં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જેની કુશળતાના કારણે ખૂબ જ ઓછા સમયમાં બ્રહ્મોસ એરોસ્પેસમાં મહત્વપૂર્ણ હોદ્દા પર બઢતી મળી ગઈ અને મિસાઈલ પ્રોજેક્ટ્સ પર કામ કરતી ટીમનો મહત્વનો સભ્ય બની ગયો હતો.

આઈટી એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો : હતો ધરપકડ બાદ નિશાંત અગ્રવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેની સામે આઈટી એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ તેના કોમ્પ્યુટર અને અન્ય ડીજીટલ ડિવાઈસની તપાસ કરી અને સંવેદનશીલ ડેટા ટ્રાન્સફર થયો હોવાનું જાણવા મળ્યાનો દાવો કર્યો છે.