Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : જુગાર રમતા ચાર જુગારીઓ પકડાયા, ૧૫ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના ટોકરવા ગામના મોટા ફળિયામાંથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમતા ચાર જુગારીઓને રૂપિયા ૧૫ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન અ.હે.કો. જયેશભાઈ લીલકિયાભાઈ તથા અ.પો.કો. રવીન્દ્રભાઈ મહેન્દ્રભાઈ નાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળી હતી કે, ટોકરવા ગામના મોટા ફળિયામાં નરેશભાઈ ઝીકાભાઈ વસાવાનાઓ પોતાના ઘરે મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડા ઉપર જુગાર રમાડે છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા સ્થળ ઉપરથી નરેશ ઝીકાભાઈ વસાવા (રહે.ટોકરવા ગામ, મોટું ફળિયું, ઉચ્છલ), પીયુષ કિશનભાઈ વસાવા (રહે.ટોકરવા ગામ, નાનું ફળિયું, ઉચ્છલ), મનીશ ભામટયાભાઈ વસવા (રહે.ટોકરવા ગામ, નાનું ફળિયું, ઉચ્છલ) અને યોગેશ ખાતર્યાભાઈ વસાવા (રહે.ટોકરવા ગામ, મોટું ફળિયું, ઉચ્છલ)નાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

આમ, પોલીસે સ્થળ ઉપરથી મુંબઈથી નીકળતા વરલી મટકાના આંકડાનો જુગાર રમી/રમાડી બુકો નંગ ૨, આંકો લખેલ કાપલીઓ, કાર્બન પેપર, બોલ પેન, એક નંગ મોબાઈલ તથા અલગ અલગ દરની ચલણી નોટ રૂપિયા ૧૦,૮૫૦/- મળી કુલ રૂપિયા ૧૫,૮૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે પોલીસ રેઈડમાં પકડાયેલ ચારેય જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.