તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

બાડમેર અને જોધપુરમાં હાઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. જેના કારણે રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેર અને જોધપુરમાં હાઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને તેમની બધી મુસાફરી મુલતવી રાખવા અને ઘરે રહેવાની સૂચના આપઈ છે. બાડમેર ડીએમ ઓફિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું કે, ‘જિલ્લાના તમામ લોકો જે ગામડાઓ કે નગરોમાં છે અને બાડમેર શહેર તરફ મુસાફરી કરવા માંગે છે તેમને વિનંતી છે કે બાડમેર શહેરની મુસાફરી ન કરો. બાડમેરમાં રેડ એલર્ટ છે, તેથી તાત્કાલિક અસરથી તમારી યાત્રા મુલતવી રાખો.’ આ ઉપરાંત લોકોને તાત્કાલિક તેમના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે.

આ સાથે બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીજી તરફ જોધપુરમાં પણ પાકિસ્તાની હવાઈ હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને લોકોને વહેલી તકે પોતાના ઘરોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ડીએમ દ્વારા જાહેર કરાયેલા એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવાઈ હુમલો શક્ય છે. સાયરન વાગશે. આ ઉપરાંત, ચુરુમાં પણ ખતરાની શક્યતાને ધ્યાનમાં રાખીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, ભારતના ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં સરહદી વિસ્તારોમાં ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી દરેક હુમલાને નિષ્ફળ બનાવી રહી છે અને બદલામાં પાકિસ્તાનના એરબેઝને પણ ઉડાવી રહી છે.