તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

ગુજરાત કેડરનાં 1996ની બેચનાં IAS અધિકારી રાજીવ ટોપનો પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવે તેવી શક્યતા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત કેડરનાં 1996ની બેચના આઇ.એ.એસ. અધિકારી રાજીવ ટોપનો એક એવા અધિકારી છે કે, જેઓ સતત 15 વર્ષથી ગુજરાત બહાર ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યાં છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે હવે તેઓ ગુજરાત પાછા આવી રહ્યાં છે. ડેપ્યુટેશનના 15 વર્ષ પૈકી 10 વર્ષ સુધી તો તેમણે વડાપ્રધાન કાર્યાલયમાં વડાપ્રધાનના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બતાવી છે. તેઓ વર્લ્ડ બેન્કમાં સિનિયર એડવાઇઝરની ફરજ બજાવીને પાછા આવ્યા છે.

રાજીવ ટોપનોએ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના કાર્યાલયમાં ફરજ બજાવી છે. ગુજરાતમાં તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે મુખ્યમંત્રી કાર્યાલયમાં આવે તેવી શક્યતા છે. કોઇ પોલીસ અધિકારી લાંબી રજા પર જાય ત્યારે તેના ચાર્જમાં રહેલા ઇન્ચાર્જ અધિકારી તેના તાબાના કર્મચારીઓની બદલી કે બઢતી કરાવી શકશે નહીં. આવો આદેશ કરવાનું કારણ એવું સામે આવ્યું છે કે, અમદાવાદમાં એક સિનિયર અધિકારી રજા પર ગયા ત્યારે ઇન્ચાર્જ અધિકારીએ રૂટીન કામ કરવાની સાથે મોટાપાયે બદલીના આદેશ કર્યા હતા અને વિવાદમાં સપડાયા હતા.

આ અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા એટલું જ નહીં મામલો દિલ્હી દરબાર સુધી પહોંચી ગયો હતો. આવી ઘટના ફરીથી બને નહીં તે માટે મહત્વના આદેશમાં એવું પણ જણાવાયું છે કે બદલી કે પ્રમોશન જ નહીં, ઇન્ચાર્જ અધિકારી કોઇપણ પ્રકારના ખાતાકીય કે પ્રાથમિક તપાસનો નિર્ણય કરી શકશે નહીં.