મૂળ બિહારના અને હાલ પલસાણા તાલુકાનાં કડોદરા ગામમાં આવેલ ભગુ નગર યાદવ બિલ્ડિંગમાં રહેતા રામકુમાર રાજપૂત તારીખ ૨૫ નારોજ પોતાના ઘરે હતા. 
ત્યારે બ્રીજેશસીંગ નાગેન્દ્રસીંગ રાજપુત (રહે.કડોદરા, તા.પલસાણા) અને પ્રિય પ્રકાશકુમાર રામજીસીંગ રાજપુત (રહે.કડોદરા, તા.પલસાણા)એ રામકુમારની સાથે કોઈ અંગત અદાવતમાં બોલાવી અને મારામારી કરી હતી. તેને માથામાં અને નાકમાં ઈજા કરી નાસી ગયા હતા. ત્યારબાદ તેના મોટા ભાઈ સંજયસીંગ રાજદેવસીંગ રાજપુત (રહે.કડોદરા શ્રી નિવાસ સોસાયટી પ્લોટ નંબર.૭૬, ૭૭તા.પલસાણા)એ બ્રિજેશ સિંગ રાજપૂત અને પ્રિય રાજપૂત વિરુદ્ધ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.



