Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો, જાણો શું છે આ આદેશ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ ભયાનક વૈશ્વિક તણાવની સીધી અસર દુનિયાભરના એનર્જી સપ્લાય પર પડી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે. એવામાં દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને તમામ પેટ્રોલ પંપો માટે કડક આદેશ જાહેર કર્યો છે. ઇન્ડિયન ઓઇલે પોતાના તમામ પેટ્રોલ પંપ ડીલર્સને આંતરિક આદેશ મોકલીને સ્પષ્ટ ચેતવણી આપી છે.

કંપનીએ જણાવ્યું છે કે, જ્યાં સુધી રાજ્ય સરકાર અથવા સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ વિશેષ લેખિત આદેશ ન મળે, ત્યાં સુધી કોઈ પણ પેટ્રોલ પંપ પર ઇંધણની વેચાણ મર્યાદા નક્કી કરી શકાશે નહીં. જો કોઈ ડીલર સપ્લાય રોકશે અથવા ગ્રાહકોને ઓછું ઓઇલ આપશે, તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. IOCLનો દાવો હે કે દેશ તેલનો કોઈ સ્ટોક ખૂટ્યો નથી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ પંપોની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે, જે મોટા અને જથ્થાબંધ ગ્રાહકો સીધા કંપનીઓ પાસેથી તેલ ખરીદતા હતા, તેઓ હવે સીધા સામાન્ય રિટેલ પેટ્રોલ પંપ પર આવીને લાઇનો લગાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનતામાં અફવાઓ ફેલાઈ રહી છે.