તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
TAPI NEWS : જિલ્લા પંચાયતની ૨૬ બેઠકો પર ૭૮ અને તાલુકા પંચાયતની ૧૩૪ બેઠકો પર ૩૮૮ ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે | TAPI NEWS : લગ્નનો સામાન લેવામાં વિલંબ થતા અને તારીખ લંબાતા યુવકે જીવન ટૂંકાવ્યું | વાલોડ: ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ, ખોટા સોગંદનામા બદલ FIRની માંગ | TAPI NEWS : ચૂંટણી ઓબ્ઝર્વરશ્રી એસ.એ. ડોડીયાએ નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી | ખાડી યુદ્ધની અસર: બાંધકામ સામગ્રીમાં ભાવવધારાને પગલે તાપીના કોન્ટ્રાક્ટરો મુશ્કેલીમાં, કલેક્ટરને આવેદન પાઠવ્યું | તાપી માહિતી કચેરીના ટેક.આસીસ્ટન્ટ અલ્કેશ ચૌધરીએ સ્વર સામ્રાજ્ઞી આશાજી સાથે ગૌરવ ઘડીને યાદ કરીને ભારે હૈયે શ્રધ્ધાંજલી આપી |

ચાંદીપુરા વાયરસ સામે લડવા જિલ્લા આરોગ્ય તંત્રની સઘન કામગીરી : સુરત જિલ્લાના ગામોમાં ૫ ટકા મેલેથિઓન ડસ્ટિંગની કામગીરી કરાઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચાંદીપુરા વાયરસ સામે લડવા જિલ્લા આરોગ્ય તંત્રએ સઘન ઝુંબેશ શરૂ કરી છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સુરત જિલ્લાના ગામોમાં ૫ ટકા મેલેથિઓન ડસ્ટિંગની કામગીરી કરાઇ છે. જિલ્લાના કુલ ૫૧૭ ગામોમાં ૧૮,૬૬૭ કાચા (માટીના) તેમજ પ્લાસ્ટર વગરના મકાનોની દીવાલો અને તિરાડોમાં તેમજ ૧૩૯ આંગણવાડી અને ૭૧ શાળાઓમાં મેલેથીઓન(૫ ટકા) પાઉડરનું ડસ્ટિંગ કરાયું છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડૉ.કૌશિક મહેતાના સુપરવિઝન હેઠળ જિલ્લાના તમામ તાલુકાના તા.હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો, આર.બી.એસ.કે. ડોક્ટરો તથા આરોગ્ય કર્મીઓની ટીમ દ્વારા વાયરલ એન્કેકેફ્લાઇટીસ (ચાંદીપુરા) વાયરસ ન ફેલાય તે માટે વિવિધ સ્થળોની મુલાકાત લેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે, સેન્ડ ફ્લાય નામક માખીથી ફેલાતા વાયરસને કારણે ચાંદીપુરા વાયરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. સખત તાવ આવવો, ઝાડા થવા, ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે ચાંદીપુરા રોગના લક્ષણો છે. બાળકોમાં ઉપર જણાવેલા લક્ષણો દેખાતા તરત જ દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે તાત્કાલિક દાખલ કરવા, ગંભીર લક્ષણોના કિસ્સામાં મેડિકલ કોલેજ ખાતે દાખલ કરવા અને લોકોને સાવચેત રહેવા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.