તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ’ અભિયાન વેગવાન બન્યું : સ્વચ્છ ભારત મિશનમાં ગ્રામજનોની સ્વૈચ્છિક ભાગીદારી | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને પશુપાલન વિભાગની સમીક્ષા બેઠક યોજાઈ | તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ધજ પ્રાથમિક શાળાના બાળકોના વાંચન કૌશલ્યથી પ્રભાવિત થઈ બાળકો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો | Today’s News: વાલોડના શીકેર ગામે ૨૨ વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | Today’s News:વ્યારાનું ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ બનશે પ્રગતિ પથ યાત્રાનું પ્રસ્થાન સ્થળ | Today’s News:ઉકાઈ જળાશય આધારિત સિંચાઈ યોજનાનું પાણી નિઝર-કુકરમુંડા વિસ્તારમાં પહોંચ્યું |

જહાંગીરપુરા ખાતેની યુવતીએ ચોથા માળેથી કુદી આપઘાત કર્યો, પોલીસે બે સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત શહેરના જહાંગીરપુરા ખાતે ૧૯ વર્ષીય યુવતીએ બિલ્ડીંગના ચોથા માળેથી નીચે ભુસ્કો મારી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દેતા પ્રેમીએ અને તેનો મિત્ર સાથે ઘરે જઈને તેને મારીને વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી હોવાથી ટેન્શનમાં આ પગલુ ભર્યુ હતુ. સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, જહાંગીરપુરા ખાતે એસ.એમ.સી આવાસમાં રહેતી ૧૯ વર્ષીય રૂકસાના મોહમંદ હનીફ ખાન શુક્રવારે મોડી સાંજે આવાસના ચોથા માળે અગાસીમાંથી નીચે ઝંપલાવ્યું હતું. ગંભીર ઇજાથી ઘટના સ્થળે જ મોત થયું હતું.

મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડાયા બાદ જહાંગીરપુરા પોલીસે જણાવ્યું હતું કે,  રૂકસાના અને લીંબાયત સંજયનગર રહેતો અસલમ અલીની ઘણા સમય પહેલા પ્રસંગમાં મુલાકાત થયા બાદ પ્રેમસબંધ બંધાયો હતો. નવેક મહિનાથી બને વચ્ચે ફોન ઉપર વાચચીત પણ થતી હતી. દરમિયાન રૂકસનાએ છેલ્લા દોઢેક માસથી અસલમ સાથે વાત કરવાનું બંધ કરતા બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. ગુરુવારે અસલમ તેના મિત્ર સાતે રૂકસાના ઘરે ગયો હતો અને ધમાલ મચાવી હતી. તેમજ ગાળાગાળી કરી ઢીક્કમુક્કીથી મારી જાનથી મારવાની ધમકી આપી હતી. તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી જતો રહ્યો હતો. રૂકસાનાએ પરિવારજનો સાથે જહાંગીરપુરા પોલીસ મથકમાં અસલમ અને તેના અજાણયા મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જોકે બાદમાં વિડીયો વાયરલ થવાના ટેન્શનમાં ઘરે આવીને ચોથા માળેથી ઝંપલાવી દીધું હતું. તે ઘરકામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતી હતી. તેના બે ભાઇ છે. બનાવ અંગે પોલીસે અસલમ અને તેના મિત્ર વિરુધ્ધ ગુનો નોંધાવ્યો હતો.