૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીમાં તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ અને ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS)ના રમતવીરોએ ઉત્સાહપૂર્વક સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો.
કે.કે. કદમ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની તથા DLSSની ખેલાડી ખુશાલી પરમારે જણાવ્યું કે યોગથી શારીરિક અને માનસિક સ્ફૂર્તિ મળે છે. આ અનુભવથી પ્રેરાઈ હવે તે પોતાના પરિવારના સભ્યોને પણ નિયમિત યોગ કરવા પ્રોત્સાહિત કરશે.
શાળાના વિદ્યાર્થીઓ અને ઉભરતા ખેલાડીઓએ શિસ્તબદ્ધ ગણવેશમાં એકાગ્રતા અને ઉત્સાહ સાથે વિવિધ યોગાસનો કરી સૌનું ધ્યાન આકર્ષ્યું હતું.




