Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Local News: કામરેજમાં મંડપના ગોડાઉન માલિક પર હુમલો,આરોપી નશાની હાલતમાં છરી સાથે પોલીસ સ્ટેશન સુધી પીછો કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરતના કામરેજ વિસ્તારમાં ભાડે રાખેલ મંડપનું ગોડાઉન ખાલી કરવા બાબતે એક યુવક પર હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી, નશાની હાલતમાં પોલીસ સ્ટેશન સુધી પીછો કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની કારમાંથી વિદેશી દારૂની બોટલો અને છરી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાંકેતિક તસ્વીર

મળતી માહિતી પ્રમાણે ફરિયાદી ઉદયભાઈ દિનેશભાઈ કોરાટ (રહે.કુમકુમ રેસીડેન્સી, કામરેજ) છેલ્લા આઠ વર્ષથી જે.બી. ફાર્મમાં મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરે છે. ગત શનિવારે સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં આરોપી મેહુલભાઈ ભુપતભાઈ ગોહિલ ત્યાં ધસી આવ્યો હતો. તેણે ઉદયભાઈને ધમકાવીને કહ્યું હતું કે, “મંડપનું ગોડાઉન ખાલી કરી દો, નહીં તો સળગાવી દઈશ.” જ્યારે ફરિયાદીએ ગોડાઉન ખાલી કરવાની ના પાડી,ત્યારે આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને ઢીક્કા-મુક્કીનો માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા સાક્ષી સંદીપભાઈ યાદવને પણ આરોપીએ માર માર્યો હતો અને લાકડું લઈને તેમની પાછળ દોડ્યો હતો.

હુમલાથી બચવા માટે ફરિયાદી ૧૧૨ પર ફોન કરી પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપી મેહુલ ગોહિલે પોતાની હ્યુંડાઈ i10 કાર લઈને પોલીસ સ્ટેશન સુધી તેમનો પીછો કર્યો હતો. જોકે, ફરીવાર પોલીસનો સંપર્ક થતા આરોપી પોતાની કાર પોલીસ સ્ટેશન પાસે જ મૂકીને ફરાર થઈ ગયો હતો.પોલીસે જ્યારે આરોપીની લાવારિસ પડેલી કારની તપાસ કરી, ત્યારે તેમાંથી દારૂની બોટલો એ છરી મળી આવી હતી. કામરેજ પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!