તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)
તાજા સમાચાર
વાલોડની પ્રાથમિક શાળાઓમાં વોલ પેઇન્ટિંગ દ્વારા મતદાન જાગૃતિ સંદેશ | ઉચ્છલમાં શિક્ષણ વિભાગ દ્વારા ‘સિગ્નેચર કેમ્પેઇન’ યોજાયું, ૯૮ વર્ષીય વયોવૃદ્ધ દાદાએ મતદાન માટે પ્રેરક સંદેશ આપ્યો | સોનગઢ પોલીસની મોટી સફળતા: હિરાવાડી ગામે ત્રણ ઘરોમાં ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો | તાપી જિલ્લામાં અકસ્માત ગણાતી આ ઘટના વાસ્તવમાં પૂર્વ આયોજિત હત્યા હોવાનું બહાર આવ્યું, મિત્રએ પોલ ખોલતા ભેદ ઉકેલાયો | વાલોડ સિલ્વર પ્લાઝા સામે ધોળા દિવસે આંતરીને લૂંટ: ચાર શખ્સો સામે ગુનો દાખલ | બગોદરામાં ૨૦ તોલા સોનું અને ૧ કિલો ચાંદીની ચોરી કરનાર વોન્ટેડ રીઢો ગુનેગાર સુરત ગ્રામ્ય LCBના સકંજામાં |

Trending News : ડિજિટલ દુનિયામાં પીએમ મોદીનો ડંકો: ૩ કરોડ સબસ્ક્રાઇબર્સ સાથે વિશ્વના નંબર-1 નેતા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

‘ડિજિટલ ઇન્ડિયા’ના પ્રણેતા અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિયલ લાઇફ બાદ હવે વર્ચ્યુઅલ દુનિયામાં પણ એક એવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, જેણે વિશ્વના શક્તિશાળી દેશોના નેતાઓને પાછળ છોડી દીધા છે. પીએમ મોદી હવે વિશ્વના સૌથી લોકપ્રિય ‘ડિજિટલ પોલિટિકલ લીડર’ તરીકે ઉભરી આવ્યા છે. તાજેતરના આંકડા મુજબ, પીએમ મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલે ૩૦ મિલિયન (૩ કરોડ) સબસ્ક્રાઇબર્સનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે.

જ્યારે આપણે પીએમ મોદીની સરખામણી વિશ્વના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે કરીએ છીએ, ત્યારે તફાવત ચોંકાવનારો જોવા મળે છે, (૧) બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આ યાદીમાં બીજા ક્રમે છે, પરંતુ તેમના સબસ્ક્રાઇબર્સ પીએમ મોદી કરતા ચોથા ભાગના જ છે. (૨) અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત લાઈમલાઈટમાં રહેવા છતાં આશરે ૪૦ લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. એટલે કે પીએમ મોદીની લોકપ્રિયતા ટ્રમ્પ કરતા સાત ગણી વધારે છે. (૩) યુક્રેનના ઝેલેન્સ્કી (૧૪ લાખ), ફ્રાન્સના ઈમેન્યુઅલ મેક્રોન (૩.૯૧ લાખ) અને ઈટાલીના જ્યોર્જિયા મેલોની (૧.૫૮ લાખ) આ રેસમાં ખૂબ જ પાછળ છે.

પીએમ મોદીની યુટ્યુબ ચેનલ પર અત્યાર સુધીમાં ૩૩,૦૦૦થી વધુ વીડિયો અપલોડ કરવામાં આવ્યા છે. જેમાં તેમના પ્રભાવશાળી ભાષણો, વિદેશ પ્રવાસો, સીધો જનસંવાદ અને સરકારની મહત્વની યોજનાઓની વિગતવાર માહિતી ઉપલબ્ધ છે. ટેકનોલોજીનો ઉપયોગ જનતા સાથે સીધા જોડાણ માટે કેવી રીતે કરી શકાય, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ દબદબો માત્ર યુટ્યુબ જ નહીં, પરંતુ ઇન્સ્ટાગ્રામ પર પણ નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજનેતા છે. તેમના ડિજિટલ એકાઉન્ટ્સ આજે વૈશ્વિક રાજકીય સંવાદના સૌથી પ્રભાવશાળી કેન્દ્રો બની ચૂક્યા છે.