Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ડાયપરમાં છુપાવ્યું રૂ.30 લાખનું MD ડ્રગ્સ, એર હોસ્ટેસ સહિત બે ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સુરત: પલસાણા તાલુકાના એના ગામ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવેના ટોલ નાકા પરથી સુરત ડીસીબી અને સુરત ગ્રામ્ય એસઓજીની ટીમે કારમાંથી આશરે રૂ.30 લાખની કિંમતનું એક કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ડ્રગ્સ નાના બાળકોના ડાયપરમાં છુપાવીને લઈ જવામાં આવતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આ મામલે માનસી (ઉં.વ.41) અને સોહેલ સુલેમાન શેખ (ઉં.વ.20)ની ધરપકડ કરી છે. બંને અમદાવાદથી ડ્રગ્સનો જથ્થો લઈને મુંબઈ ડિલિવરી માટે જતા હોવાની આશંકા છે. પોલીસે કાર અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

10 વર્ષથી ડ્રગ્સના સંપર્કમાં હોવાનો દાવો: પોલીસ પૂછપરછમાં માનસી અગાઉ પણ MD ડ્રગ્સના ગુનામાં ઝડપાઈ ચૂકી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2021માં ઈન્દોર ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી અને તે ચાર વર્ષ જેલમાં રહી હતી. માનસી સ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરવાની સાથે મલેશિયન એરલાઈન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ નોકરી કરી ચૂકી હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સનો જથ્થો કોને પહોંચાડવાનો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ ચાલુ છે.